ઈન્ટરનેટ પર ગુજરાતી
મને ઘણાં ઇ-મેલ કરીને પૂછે છે કે વેબ પર ગુજરાતી સાહિત્ય ક્યાં વાંચું ? હું બધાને અંગત રીતે તો ઉત્તર મોકલું છું જ પણ અહીં પણ એનો જવાબ પોસ્ટ કરું છું જે બધાને ઉપયોગી બનશે.
ઓનલાઈન સામાયિકો:
- કેસુડાં - ગુજરાતી સાહિત્યનુ અગ્રણી ઓનલાઈન સામાયિક. અહીં કવિતાઓ, વાર્તાઓ, લેખો ઉપરાંત ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે છે.
- ઝાઝી.કોમ - ગુજરાતી સાહિત્યની અગ્રગણ્ય વેબસાઈટ. કાવ્યો, લેખો, વાર્તાઓ ઈત્યાદિની સુરુચિપૂર્વક રજૂઆત. હવે સાહિત્ય ઉપરાંત સમાચાર, ઈ-કાર્ડ જેવા ઈતર વિભાગો પણ ઉપલબ્ધ છે.
- રીડ ગુજરાતી.કોમ - ગુજરાતી કવિતા, લેખો , વાર્તાઓ, ટુચકા વગેરે રજુ કરતુ વડોદરાથી પ્રકાશિત ઓનલાઈન માસિક. ભવિષ્યમાં ગુજરાતી વાચકો માટે ઈ-લાયબ્રેરી શરુ કરવાના છે.
ગુજરાતી મેગેઝીનોની વેબઆવૃત્તિ:
ગુજરાતી સમાચારપત્રોની વેબાઅવૃત્તિ:
- અકિલા - રાજકોટના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.
- ગુજરાત ટાઈમ્સ ઈ-પેપર - ન્યૂયોર્કથી પ્રકાશિત થતા અઠવાડિક સમાચારપત્રની વેબ આવૃત્તિ.
- ગુજરાત ટુડે - અમદાવાદથી પ્રકાશિત થતા દૈનિકની વેબ આવૃત્તિ.
- ગુજરાત સમાચાર ઓનલાઈન - ગુજરાતના અગ્રગણ્ય દૈનિકની વેબઆવૃત્તિ.
- જયહિન્દ - રાજકોટના દૈનિકની વેબાઆવૃત્તિ.
- દિવ્ય-ભાસ્કર - ગુજરાતના અગ્રગણ્ય દૈનિકની વેબઆવૃત્તિ.
- નોબત ઓનલાઈન - જામનગરના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.
- મુંબઈ સમાચાર - મુંબઈના અગ્રગણ્ય ગુજરાતી દૈનિકની વેબઆવૃત્તિ.
- સંદેશ ઓનલાઈન - ગુજરાતના અગ્રગણ્ય દૈનિકની વેબઆવૃત્તિ.
- સમભાવ મેટ્રો - અમદાવાદના સાંધ્ય-દૈનિકની વેબઆવૃત્તિ.
- સરદાર ગુર્જરી - આણંદ ખેડાથી પ્રગટ થતા દૈનિકની વેબ-આવૃત્તિ.
સાહિત્યલક્ષી વેબસાઈટો:
- પુસ્તકાલય.કોમ - આ વેબપુસ્તકાલય PDF ફોરમેટમાં જયંતીભાઈ પટેલની પોતાની રચનાઓ ઉપરાંત બીજા લેખકોની રચનાઓ , ટુચકા અને વાનગીની રેસિપીઓ ધરાવે છે.
- રતિલાલ ‘અનીલ‘ ઓનલાઈન - સૂરતના સાહિત્યકાર રતિલાલ ‘અનિલ‘ની વેબસાઈટ. રતિલાલ ‘ અનિલ‘નાં ખ્યાતનામ ચાંદરણાં અને મરકલાં ઉપરાંત એમના લલિત નિબંધો, મુક્તકો અને લેખો.
- શબ્દપ્રીત - જાણીતા લેખક વિચારક ભૂપેન વડોદરિયાની અઠવાડિક કટાર બ્લોગ સ્વરૂપે.
- સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ ગુજરાતી સાહિત્યકારોના રેકોર્ડિંગ - સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ હેઠળ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે ભારતીય સાહીત્યકારોની રચનાઓ એમના પોતાના અવાજમાં રેકોર્ડ કરીને વેબ પર મૂકી છે. ગુજરાતીના બે સાહીત્યકારનો સમાવેશ કરાયો છે - સુરેશ દલાલ (પધ્ય) અને વર્ષા અડલજા (ગધ્ય).
- અમિત ત્રિવેદીની રચનાઓ - અમિત ત્રિવેદી રચિત ગીત અને ગઝલની વેબસાઈટ.
- આંગ્લ-કાવ્ય-દર્પણ - અંગ્રેજી ભાષાના પ્રશિષ્ટ કાવ્યોનો મહોમ્મદ રુપાણીએ કરેલો ગુજરાતી અનુવાદ.
- ગઝલ ગુર્જરી - આદીલ મન્સૂરી દ્વારા સંપાદિત ગુજરાતી ગઝલનું ઓનલાઈન સામાયિક. PDF ફોરમેટમાં સુંદર ચિત્રો સાથે.
- ગઝલ રેડી-રેકનર અને આપની પસંદ - ઉદયન ઠક્કરની આ કોલમ રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિમાં ચાલતી. રેડી-રેકનર તરીકે શરૂ થયેલો વિભાગ, કવિતાની ફરમાઈશની અઠવાડીક કોલમ તરીકે ખૂબ ખીલેલો. કમનસીબે રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિ તો હવે બંધ થઈ ગઈ છે. પરંતુ, જૂની કોલમો હજુય ઓનલાઈન છે.
- ગુજરાતી કવિતા ચયન - ગુજરાતી કવિતાઓનો સંગ્રહ. કવિતાઓ કવિઓના નામ પ્રમાણે ગોઠવેલી.
- ગુજરાતી ગઝલ.કોમ - ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો.
- જયંતિભાઈ પટેલનો કવિતા શાયરી બ્લોગ - જયંતિભાઈ પટેલ રચિત કવિતા અને શાયરી.
- પ્રત્યાયન - ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
- પ્રવિણચંદ્ર શાહની કવિતા - ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રવિણચંદ્ર શાહ રચિત કવિતાઓ.
- મને મારી ભાષા ગમે છે કારણ કે - ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
- લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ - ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ. Gujarati poetry blog.
- વિશાલ મોણપરાની કવિતા - વિશાલ મોનપરા લિખિત કવિતાઓ.
- શબ્દો છે શ્વાસ મારાં - સુરતના કવિ ડો.વિવેક ટેલરનો ગઝલ બ્લોગ.
- સિદ્ધાર્થનું મન - ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
- Gujarat Times
ગુજરાતી ભાષા માટે કોમ્પુટરના સાધનો:
- હિ ન્દીનીનું ગુજરાતીકરણ
- વિશાલ મોણપરાનું વેબટૂલ
- ગુજરાતી લેક્સીકોન.કોમ
- ભાષાઈંડિયા.કોમ